Quick Inquiry

 
  • (O) : +91 7600008455
    (E) : info@agrt.in

About Us

ઓલ ગુજરાત રીસજૅન્ટ ટ્રસ્ટ આપનું હાર્દિક સ્વાગત કરે છે 

ઓલ ગુજરાત રીસજૅન્ટ ટ્રસ્ટ માં વિશાળ જગ્યા આશરે 4600 સ્કેવેર મીટર બી . યુ પરમીશન 19-8-2010 અને  ટ્રસ્ટ બોર્ડ ની રચના 29 ટ્રસ્ટ ઓથી  શરુ  કરવામાં આવી હતી હાલમાં 93 ટ્રસ્ટી થી ટ્રસ્ટી મંડપ બનેલ છે 
 
તા 25-10-1998 રવીવાર લાંભ પાંચમ ના દિવસે સમાજ ના મેમ્બરો ના લાભાર્થ આ  સમાજ ની રચના કરવામાં આવી સમાજ ના સર્વ પ્રથમ પ્રમુખ તાશિક શ્રી રાયજી ભાઈ યા પટેલ ની નિમણુક કરવામાં આવી તેમની અયાગ મેહનત તથા દીર્ઘ વિચારો દ્વારા સુંદર આધુનિક સમાજની રચના કરી 
 
સમાજમાં હાલમાં 4 રૂમમાં સુખ-સગવડ ફૂલ ફર્નીચર તથા એસી સાથે સંપૂર્ણ હવા ઉજાસ વાળા છે તથા 6 રૂમમાં જનરલ છે જે પણ એસી સાથે સુસજ્જ  છે.
 
સમાજ માં સમ્પૂર્ણ સગવડ થી 2 હોલ છે. જેમાં 1 હોલ મેરેજ હોલ છે  તશંક અને બીજા હોલ ડાઈનીંગ  હોલ છે હોલ ની કેપિસિટી 1200 થી 1500 માણસ ની છે સાથે પાર્કિંગ ની સગવડ લગભગ 2100 સ્કેવેર મીટર છે 
 
એરપોર્ટ  થી 3 કિલો મીટર ,ગાંધીનગર થી 20 કિલો મીટર તથા રેલ્વે સ્ટેશન થી 8 કિલો  મીટર જોઇને હિમત નગર  નરોડા  હાઇવે ઉપર છે 

સમાજ ના મેમ્બરો ના લાભાર્થ સમાજ દ્રરા વર્ષ માં એકવાર -સ્નેહ મિલન નો પ્રોગ્રામ કરવામાં આવેછે મેમ્બરો ને ફ્રી નોટબૂક ઓનું વિતરણ કરવામાં આવેછે યુવક મંડળ દ્રરા વોલીબોલ  ટુર્નામેન્ટ  નું આયોજન કરવામાં આવે છે મેમ્બરોના સંતાનો ના લગ્ન માટે નજીવા દરે સંસ્થા વાપરવા દેવા માં આવે છે ભગીની સંસ્થા ને આર્થિક સ્વરૂપે ડોનેશન આપવામાં આવે છે સૌરાષ્ટ માંથી અવાર  નવાર ટુરિસ્ટો આવે  છે જેને કોઈ પણ ચાર્જ વગર ફ્ર્રી રેહવા દેવામાં આવે છે 
 
 
હાલમાં સમાજ ના પ્રમુખ પંદ શ્ર્રી જયપ્રકાશ ભાઈ જયરામ ભાઈ વાછાણી કાર્યભાર સભાળી રહ્યા છે તેમના હાથ નીચે ઉપ પ્રમુખ તરીકે શ્ર્રી મહેશ ભાઈ ગોપાલભાઈ  દેલવાડીયા  માં સેવા આપી રહ્યા છે સેકેરેટરી શ્ર્રી પરશોતમ ભાઈ ટી  હિન્ગ્રજિયા સેવા આપી રહ્યા છે।